સુવિચાર
અધૂરું કામ અને હારેલો દુશ્મન, આ બન્ને બુઝાયા વગરની આગની ચિનગારીઓ જેવાં છે મોકો મળતાં જ એ આગળ વધશે અને એ બેદરકાર માણસને દબાવી દેશે
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે...
મોટા માણસ ભૂલ ન કરે એવું માનવું એ મૂર્ખાઈ છે, ને નાના માણસમાં અક્ક્લ નથી હોતી, એમ માનવું એ પણ મૂર્ખાઈ છે
વિદ્યા એક વીંટી છે અને વિનય એક નંગ છે એ વિદ્યાની વીંટી વિનયરૂપી નંગથી શોભે છે by : ઈશ્વરભાઈ બ્રહ્મભટ્ટ
અત્યંત અધમ પાપીને એક મહાન સંત થવામાં ઘણીવાર એકાદ ક્ષણનું જ અંતર હોય છે...
સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે, સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે
આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે, તેના આધારે ઘણા જંગ જીતી શકાય છે
ઝરણાંને દરિયો થવું ક્યારેય ગમતું નથી કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતાં નાના રહીને મીઠા રહેવું વધુ સારું
જિંદગી શિક્ષકથી પણ ઘણી કડક છે. કારણ કે, શિક્ષક ભણાવે છે અને પછી પરીક્ષા લે છે, પરંતુ જિંદગીમાં પહેલા પરીક્ષા આપવી પડે છે અને પછી પાઠ શિખવા મળે છે
સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે