સુવિચાર
સમય ભલે દેખાતો નથી, પણ ઘણુંબધું દેખાડી જાય.
દોષ કાઢવો સરળ છે, પરંતુ તેને સુધારવો મુશ્કેલ છે
ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે
મારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી છે, પણ મારા હોઠને તેની ક્યારેય જાણ થઈ નથી કારણ કે તે સદા હસતા જ રહે છે
કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાં હો પરંતુ મનમાં કમજોરી આવવા ન દો જ્યાં રહો ત્યાં મસ્ત રહો
ઊઠો, બહાદુર અને મજબૂત બનો, પોતાના ખભા પર જવાબદારી લો અને તમે જોશો કે તમે જ તમારા ભાવિના નિર્માતા છો
મોજાં મારી પ્રેરણા છે, કારણ કે તેઓ પાછાં પડે છે અને ઊઠે છે અને પાછા પડવા છતાં તેઓ ફરી ઊઠવામાં નિષ્ફળ જતાં નથી.......
મારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી છે, પણ મારા હોઠને તેની ક્યારેય જાણ થઈ નથી કારણ કે તે સદા હસતા જ રહે છે
જગતના દરેક જીવને ખુશી વહાલી છે જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો
જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ