સુવિચાર
આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો અનંતના અનંતો
સમાનતામાં માનતો, શાંત આત્મા, ક્રોધ રહિત સ્વભાવ અને સર્વનું હિત ઈચ્છનાર મહાન બની જાય છે અનંતના અનંતો
વિદ્યા એક વીંટી છે અને વિનય એક નંગ છે એ વિદ્યાની વીંટી વિનયરૂપી નંગથી શોભે છે
જગતના દરેક જીવને ખુશી વહાલી છે જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો
સંગીતની સમજણ અને સંગીત માણવું તે સાત પેઢીનાં પુણ્ય થાય ત્યારે આવે છે
જીવનમાં મારું મારું કરીને મરી જવા કરતાં તારું તારું કરીને તરી જવું સારું
સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે, સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે
તમારું દુ:ખ કોઈને ખુશી આપી શકે પણ તમારા હસવાથી કોઈને દુ:ખ ન પહોંચવું જોઈએ
તમે ક્યાં જાઓ છો એ જાણવાની જરૂર નથી તમે શા માટે જાઓ છો એ પણ જાણવાની જરૂર નથી તમે આનંદથી નીકળી પડો એ જ મહત્ત્વનું છે.....
તમે હારી જાઓ એની ચિંતા નથી, પણ હારીને હતાશ ન થઈ જાઓ એની મને ચિંતા છે