સુવિચાર
આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ નસીબ!
જીવનમાં બે વાત હંમેશા યાદ રાખવી. એક, જ્યારે ગુસ્સો આવે ત્યારે નિર્ણય ના લેવો અને બીજું ખૂબ ખુશ હોવ ત્યારે કોઈને વચન ન આપશો
સાચું બોલવાની પણ એક રીત હોય છે તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે
જે પુસ્તક બંધ રહે છે તે કેવળ કાગળનો ઢગલો જ છે
સાચું બોલવાની પણ એક રીત હોય છે તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને
તમારું દુ:ખ કોઈને ખુશી આપી શકે પણ તમારા હસવાથી કોઈને દુ:ખ ન પહોંચવું જોઈએ
વિદ્યા એક વીંટી છે અને વિનય એક નંગ છે એ વિદ્યાની વીંટી વિનયરૂપી નંગથી શોભે છે
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે
કયું કાર્ય કરવું અને કયું ન કરવું તે અંગે જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૃદ્ધ હોય તેને માન આપીને પૂછે તે કદી મૂંઝાતો નથી