સુવિચાર
આપણા જીવનના ઘડિયાળમાંથી જેટલી વધુ રેતી સરકે છે, તેટલું વધુ ચોખ્ખું આપણે તેમાંથી જોઈ શકીએ છીએ. અનંતના અનંતો
ક્યારેક ક્યારેક વ્યક્તિ ખોટી નથી હોતી પણ વ્યક્તિ પાસે એ સમય અને શબ્દ નથી હોતા જે વ્યક્તિને સાચી સાબિત કરી શકે.... અનંતના અનંતો
જીવનમાં બે વાત હંમેશા યાદ રાખવી. એક, જ્યારે ગુસ્સો આવે ત્યારે નિર્ણય ના લેવો અને બીજું ખૂબ ખુશ હોવ ત્યારે કોઈને વચન ન આપશો
દયા એવી ભાષા છે કે જે બહેરા સાંભળી શકે, અંધ અનુભવી શકે છે અને મૂંગા સમજી શકે છે
તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે
આત્મવિશ્વાસ જ અદ્ભુ્ત, અદૃશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો, તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે
દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે
જેને પોતાના ગૌરવનું ભાન છે તે કોઈ ચીજ મફત મેળવવાને બદલે પોતાની મહેનતથી મેળવવાની ખેવના રાખે છે
ભારતની દરેક ચીજ મને આકર્ષિત કરે છે ભારતમાં એ બધું જ છે જે માનવીને પોતાની ઉચ્ચતમ આકાંક્ષાઓની પ્રાપ્તિ માટે અપેક્ષિત હોય
આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે