સુવિચાર
તમે હારી જાઓ એની ચિંતા નથી, પણ હારીને હતાશ ન થઈ જાઓ એની મને ચિંતા છે
કયું કાર્ય કરવું અને કયું ન કરવું તે અંગે જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૃદ્ધ હોય તેને માન આપીને પૂછે તે કદી મૂંઝાતો નથી
મોટા માણસ ભૂલ ન કરે એવું માનવું એ મૂર્ખાઈ છે, ને નાના માણસમાં અક્ક્લ નથી હોતી, એમ માનવું એ પણ મૂર્ખાઈ છે
બીજા શું કરે છે તે સામું ન જોવું પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે
ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે
તમારી સફળતા માટે ઘણા બધા જવાબદાર હશે પણ નિષ્ફળતા માટે તો માત્ર તમે જ જવાબદાર છો
અભિમાની પાસે કોઈ જવા તૈયાર હોતું નથી અને ક્રોધી પાસે કોઈ આવતું નથી, આથી અભિમાન અને ક્રોધથી દૂર રહો
હિંમત એટલે શું? એનો અર્થ એ છે કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહ અનંતના અનંતો
મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ, ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ. અનંત ના અનંતો
જીવનમાં બધું જ શક્ય છે, બસ શરુઆત આત્મવિશ્વાસ થી થવી જોઈએ.... અનંતના અનંતો