સુવિચાર
"પરિસ્થિતિ બદલવી" જ્યારે "અશક્ય" હોય તો... "મન"ની "સ્થિતિ બદલી" નાંખો. જીવનમાં "બધું જ આપોઆપ બદલાઈ" જશે... અનંતના અનંતો
ચા હોય કે સંબંધ મહત્વ રંગનું નહીં સાહેબ મીઠાસ નું હોય છે અનંતના અનંતો
*અંધકાર* નામની કોઈ વસ્તુ નથી, તે માત્ર *પ્રકાશની* ગેરહાજરી છે. તેવી જ રીતે *સમસ્યાઓ* નામની કોઈ વસ્તુ નથી, તે માત્ર તેને *ઉકેલવા* માટેના *વિચારોની* ગેરહાજરી છે. અનંતના અનંતો
શુ કહેવું તે "જ્ઞાન" નક્કી કરે છે, કોને કહેવું એ "સંજોગો" નક્કી કરે છે, કેવી રીતે કહેવું તે "કુશળતા" નક્કી કરે છે. અને કહેવું કે નહીં એ "શાણપણ" નક્કી કરે છે..... અનંતના અનંતો
સમાજ અને સગાના ડરથી તમારો નિર્ણય ના બદલો, બંને માત્ર શિખામણ આપશે શિરામણ નહિ. અનંતના અનંતો
સુંદર સવારના પ્રણામ ચા માં ખાંડ ઉમેરવાથી ચા મીઠી નથી થતી, ખાંડ ઓગળવાથી ચા મીઠી થાય છે... બસ એટલો જ તફાવત છે, સાથે રહેવાનો અને સાથે જીવવાનો... અનંતના અનંતો
આનંદમાં રહેવું હોય તો, જે છે એને છૂપાવવાનો પ્રયત્ન ના કરો... અને જે નથી એને બતાવવાનો પ્રયત્ન ન કરો... અનંતના અનંતો
જગતમાં બીજા સાથે "કાવા-દાવા" કરવાને બદલે.. *"ઈશ્વર" સામે કાલા-વાલા કરવાથી આપણું જીવન-ઉત્તમ" બની જાય.. અનંતના અનંતો
" આપણા દિવસો ખરાબ હોય ને ત્યારે આપણું સ્વાસ્થ્ય સાચવવું... અને ... જ્યારે દિવસો સારા હોય ને ત્યારે મગજ ને સાચવવું....!!!" અનંતના અનંતો
ભાગ્ય એટલે... સાચા સમય માં, સાચી જગ્યાએ, સાચા માણસોનો સંગ મળવવો..!!" અનંતના અનંતો