સુવિચાર
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે અનંતના અનંતો
પારકાં નાણાંનું અપહરણ કરનારી વ્યક્તિ આ લોકમાં જ પોતાની ઘોર ખોદે છે અનંતના અનંતો
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે અનંતના અનંતો
દરેક કામમાં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે અનંતના અનંતો
બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે અનંતના અનંતો
મહત્ત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્ત્વ છે.
કરકસર સારી બાબત છે, પણ તેમાં સામાન્ય બુદ્ધિ વાપરવી એટલી જ જરૂરી છે અનંતના અનંતો
હવેની આવતી પેઢીઓ પાસે કલ્પનામાં નહીં હોય એટલી ભૌતિક સુવિધાઓ હશે, પરંતુ એની કિંમત સાટે એમણે મનની શાંતિ ગીરવે મૂકી હશે અનંતના અનંતો
અમે તો મુક્ત ગગનમાં ઉડતા મસ્ત પંખી, મેઘધનુષે અમારી પાંખો ને આંખો છે રંગી. અનંતના અનંતો
લાગણીની એટલી લાગી તરસ, કે હશે આંસુ મગરનાં તો પણ ચાલશે... અનંતના અનંતો