Ahmedabad 1
image Anant Ratnatray

1. Report will be to update Monday to Monday on Thursday(Last 3 Days Report not consider)

2. If you want to change your profile please contact this number. +91 1234567890

સુવિચાર

સંઘર્ષના સમયમાં કોઈ નજીક આવતું નથી અને સફળતા પછી કોઇને આમંત્રણ આપવું પડતું નથી...!! અનંત ના અનંતો

હું નીકળ્યો સુખની શોધમાં, રસ્તે ઉભેલા દુ:ખો બોલ્યા, અમને સાથે લીધા વગર કોઈને સુખનું સાચું સરનામું મળતું જ નથી... અનંતના અનંતો

બુદ્ધિમાન એ છે કે જે બોલતા પહેલાં વિચારે છે, જ્યારે બીજા બોલ્યા બાદ વિચારે છે અનંતના અનંતો

કોઈના ગુણની ચર્ચા થતી હશે ત્યારે સૌ કોઈ મૌન રહે છે, પણ ચર્ચા જો અવગુણની હશે તો મુંગા પણ બોલવા લાગે છે. અનંતના અનંતો

પ્રશંસા થશે તારી, તું સહેજે હરખાતો નહીં ટીકા પણ થશે તારી, તું સહેજે ગભરાતો નહીં માણસે માણસે તારું બદલાશે મૂલ્યાંકન, તારા અનુભવોને છોડી તું બીજા ને રસ્તે ચાલતો નહીં... અનંતના અનંતો

એકલો માણસ કદાચ આનંદ માણી શકે પણ ઉત્સવ તો મિત્રો સાથે રહેનારા જ મનાવી શકે... અનંતના અનંતો

સંકેત પોતાના વ્યક્તિત્વનું અને સામેવાળાના અસ્તિત્વનું હંમેશા માન જાળવી રાખે છે. કારણકે આપો એવુ જ મળે અને વાવો એવુ જ ઉગે કુદરત નો નિયમ છે. અનંતના અનંતો

જીવન માં એકવાર નિર્ણય લીધા પછી પાછુ વળી ને ના જોશો વારે ઘડી એ પાછુ જોવા વાળા ક્યારેય ઈતિહાસ નથી બનાવી શકતા. અનંતના અનંતો

ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે અનંતના અનંતો

ડૂબતી વ્યક્તિ સાથે સહાનુભૂતિ તેને ડૂબવા દેવામાં નહીં પરંતુ બચાવવા માટે દાખવવી જોઈએ અનંતના અનંતો

< Previous Next >


Privacy Policy