સુવિચાર
જે બીજાના જીવનમાં પ્રકાશ પાથરે છે તે સ્વયં પણ તેનાથી વંચીત રહેતો નથી
દયા એવી ભાષા છે કે જે બહેરા સાંભળી શકે, અંધ અનુભવી શકે છે અને મૂંગા સમજી શકે છે
જગતના દરેક જીવને ખુશી વહાલી છે જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો
બસ એટલે જ આ કલયુગ છે મિત્રો..અહીં બીજાની તકલીફને લોકો કર્મો ની સજા અને પોતાની તકલીફને ઈશ્વરની પરીક્ષા કહે છે... અનંતના અનંતો
*આપડું સર્વસ્વ હોમી દેવા છતાં પણ જો કદર ના થાય તો સમજી લેજો કે આપડે કોલસાના વેપારી પાસે હીરાનો સોદો કર્યો છે.* અનંતના અનંતો
ઉંચાઈ અને ઉંમર એકવાર વધે પછી ઘટે નહીં, લાગણી અને વિશ્વાસ એકવાર ઘટે પછી વધે નહીં. અનંતના અનંતો
માન આપવાનો મતલબ એમ નથી કે સામેવાળા વ્યક્તિનું ગમે એવું વર્તન ચલાવી લેવું. અનંતના અનંતો
અંધકાર નામની કોઈ વસ્તુ નથી, તે માત્ર પ્રકાશની ગેરહાજરી છે. તેવી જ રીતે સમસ્યાઓ નામની કોઈ વસ્તુ નથી, તે માત્ર તેને ઉકેલવા માટેના વિચારોની ગેરહાજરી છે. અનંતના અનંતો
" જ્યારે હજારો ભૂલ પછી પણ તમે તમારી જાતને પ્રેમ કરો છો... તો પછી બીજાની એક ભૂલ માટે શા માટે નફરત કરો છો. અનંતના અનંતો
બધું પકડી રાખવાની જીદમાં માણસ ને એક દિવસ બધું ગુમાવી દેવાનો વારો આવે છે. અનંતના અનંતો