સુવિચાર
જેવી રીતે તણખલું પવનની દિશા બતાવે છે, તેવી રીતે સામાન્ય ઘટનાઓ માનવ હૃદયની વૃત્તિઓ બતાવે છે.
ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ
સ્વપ્ન એ નથી કે જે તમે ઊંઘમાં જુઓ છો, પણ સ્વપ્ન એ છે કે જે તમને ઊંઘવા ના દે
જીવનમાં મારું મારું કરીને મરી જવા કરતાં તારું તારું કરીને તરી જવું સારું
હંમેશાં હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે
આ સંસારમાં મનુષ્યોને કોઈ બીજું સુખ કે દુ:ખ આપતું જ નથી, આ તેના ચિત્તનો ભ્રમ માત્ર છે
જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ!
https://m.youtube.com/watch?si=IIHz76wvRugveD3I&v=Qd4AZr_ZPvg&feature=youtu.be
સાચું બોલવાની પણ એક રીત હોય છે તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને
જેને પોતાનામાં વિશ્વાસ નથી તેને ભગવાનમાં વિશ્વાસ ન હોઈ શકે