સુવિચાર
આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોય
કર્મ એ એવો અરીસો છે જે આપણને આપણું સ્વરૂપ બતાવી દે છે, માટે આપણે કર્મનો આભાર માનવો જોઈએ
આ સંસારમાં સૌથી સુખી એ જ વ્યક્તિ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવે છે
આ વિશ્વમાં સોનું, ગાય અને જમીનનું દાન આપનારા સુલભ છે. પરંતુ પ્રાણીઓને અભયદાન આપનારા માણસો દુર્લભ છે
આ વિશ્વમાં સોનું, ગાય અને જમીનનું દાન આપનારા સુલભ છે. પરંતુ પ્રાણીઓને અભયદાન આપનારા માણસો દુર્લભ છે
સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે, જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે
પરાજયથી સત્યાગ્રહીને નિરાશા થતી નથી, પરંતુ કાર્યક્ષમતા અને ઉત્સાહ વધે છે
એક પાપ બીજા પાપ માટે દરવાજો ખોલી આપે છે તો એક પુણ્ય બીજા પુણ્યને આવકારે છે.
કયું કાર્ય કરવું અને કયું ન કરવું તે અંગે જે મનુષ્ય જ્ઞાનમાં, ધર્મમાં, વિદ્યામાં અને વયમાં વૃદ્ધ હોય તેને માન આપીને પૂછે તે કદી મૂંઝાતો નથી
ક્ષમા અસમર્થ મનુષ્યોનો ગુણ છે, તો સમર્થ મનુષ્યોનું ઘરેણું છે