સુવિચાર
લડી લેવાની તાકાત બધામા હોય પણ અમુક ને જીત વ્હાલી હોય તો અમુક ને સંબંધ અનંતના અનંતો
પ્રશ્નો તો રહેવાના જ, સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ? અનંતના અનંતો
જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે અનંતના અનંતો
પાણીમાં પડતા તેલને તમે સંપર્ક કહી શકો. પાણીમાં પડતા પથ્થરને તમે સંઘર્ષ કહી શકો પણ દુધમાં પડતા પાણીને તો તમારે સંબંધ જ કહેવો પડે. અનંતના અનંતો
જે મનુષ્ય પારકા ધનની, રૂપની, કૂળની, વંશની, સુખની અને સન્માનની ઇર્ષા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે અનંતના અનંતો
શબ્દ અને વિચાર અંતર વધારી દે છે,.. કારણ કે કયારેક આપણે સમજી નથી શકતા તો ક્યારેક આપણે સમજાવી નથી શકતા અનંતના અનંતો
શબ્દ અને વિચાર અંતર વધારી દે છે,.. કારણ કે કયારેક આપણે સમજી નથી શકતા તો ક્યારેક આપણે સમજાવી નથી શકતા અનંતના અનંતો
નાના માણસોને પણ માન આપવું પડે છે સાહેબ આ જીવનરૂપી સાગર પાર કરવો હોય તો ફક્ત નાવને જ નહિ પણ હલેસાંને પણ મહત્વનું સ્થાન આપવું પડે છે.... અનંતના અનંતો
ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ? અનંતના અનંતો
ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરો માં કડવાશ વધતી જાય છે. સાહેબ ! હોઠો પર થી શુગર ઘટી છે ત્યાર થી લોહી મા વધી છે ! અનંતના અનંતો