સુવિચાર
કોઈ જાજા સમય પછી તમને પૂછે,"કેમ છો"? ત્યારે સમજી જવું કે કેમ છે નહિ "કામ છે "એટલે પૂછે છે. અનંતના અનંતો
જીવન જીવવાની બે રીત કોઈ એક ખૂણામાં બેસીને રડી લેવું અથવા દુનિયાના બધા ખૂણામાં લડી લેવું અનંતના અનંતો
સંતોષ સાથે સુવું અરમાન સાથે ઉઠવું અને સ્વમાન સાથે જીવવું એ જ સાચી જિંદગી... અનંતના અનંતો
પ્રાર્થના પહેલાં શ્રદ્ધા, ખર્ચ કરતાં પહેલાં આવક, વાત શરૂ કરતાં પહેલાં વિચાર કરનાર અને બોલતાં પહેલાં સાંભળનારને ક્યારેય પસ્તાવું પડતું નથી. અનંતના અનંતો
જે તમારા શબ્દોને સમજી જાય તો એ ઉતમ ..... પણ જે માત્ર તમારા વર્તનથી તમને સમજી જાય તો એ સર્વોત્તમ .... અનંતના અનંતો
જે રીતે પાણી વગર અનાજ નથી ઊગતું તે રીતે વિનય વગર મેળવેલી વિદ્યા ફળદાયી નથી હોતી અનંતના અનંતો
દુનિયાનો સૌથી સુંદર છોડ વિશ્વાસ હોય છે, જે જમીન પર નહિ પરંતુ વ્યક્તિના હૃદયમાં ઉગે છે...!!
ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત, નમીએ નમીએ માત, અમારી ગુણવંતી ગુજરાત, મોંધેરા તુજ મણીમંડપમાં આ ઝુકી રહ્યા અમ શીશ, માત મીઠી તુજ ચરણ પડીને માંગીએ શુભઆશિષ
મારી ડૂબતી નાવ જોઈને કોઈ પારકા હસ્યા ન હતા સાહેબ,હસનારા તો એ જ હતા જે મારી નાવમાં બેસીને સામે કિનારે પહોંચ્યા હતા. અનંતના અનંતો
પૈસાથી કોઈપણ કામ થઈ શકે છે. તેમ માનનારથી ચેતવું, વાસ્તવમાં પૈસા માટે તેઓ કોઈપણ કામ કરી શકે તેવા હોય છે. અનંતના અનંતો